કાલોલ જિલ્લા પંચાયતની ચાર,તાલુકા પંચાયતની ૧૮ બેઠકોની ચૂંટણી લઈને કડક સુરક્ષા વચ્ચે EVM મશીન ની પેટીઓ રવાના.

તારીખ ૨૫/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે કાલોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી કરોલી જીલ્લા પંચાયત બેઠક બીનહરીફ થઈ હતી જ્યારે તાલુકા પંચાયત ૨૪ બેઠકો પૈકી ચલાલી,અડાદરા, વ્યાસડા,ડેરોલ સ્ટેશન,કરોલી અને ખરસાલીયા આમ છ બેઠક બીનહરીફ થઈ હતી જ્યાં આ બેઠકો ને બાદ કરતા શનિવારે કાલોલની એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી ચાર જીલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની બેઠકો ને લઈ વિવિધ મતદાન મથકો માટે EVM અને VVPAT મશીનની પેટીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં ચૂંટણી અધિકારીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝોનલ અધિકારીઓ અને મતદાન સ્ટાફને EVM મશીન, કંટ્રોલ યુનિટ, VVPAT સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીની પેટીઓ સોંપવામાં આવી હતી અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે વાહનોમાં EVM મશીનની પેટીઓ લઈ જતા કર્મચારીઓના દ્રશ્યો જોવા મળ્યા હતા. દરેક વાહન સાથે પોલીસ અને હોમગાર્ડ જવાનો સાથે સેક્ટર ઓફિસર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. મતદાન મથકે પહોંચ્યા બાદ પણ મશીનોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને તમામ EVM મશીનોનું રેન્ડમાઇઝેશન અને ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે. પારદર્શિતા જળવાય તે માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણ તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ તાલુકાની પાંચ બેઠકો પૈકી એક બીનહરીફ થઈ જેમાં ચાર જિલ્લા અને તાલુકા પંચાયત ૨૪ બેઠકો પૈકી છ બેઠકો બીનહરીફ થઈ જ્યાં ૧૮ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે.









