KHERGAMNAVSARI

વલસાડ બ્રહ્મ સમાજ દ્વારા રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમા ખેરગામ બ્રહ્મ સમાજની ટીમનો વિજય.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

વલસાડ બ્રહ્મ સમાજ યુવા ગૃપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનુ પીઠા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધુળેટીના દિવસે આયોજન કરવામા આવ્યું હતુ. જેમા ૮ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ માં સુખેશ અને ખેરગામ ટીમ વચ્ચે મુકાબલો થતાં ફાઈનલ મેચ માં પહેલા બેટિંગ સુખેશે કરી હતી ૫૧ રન કર્યા બીજા દાવમાં ખેરગામે ૫૨ રન કરી વિજય મેળવ્યો ખેરગામ ટીમ ચેમ્પિયન બની હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર ચિરાગ દવે બેસ્ટ બેસ્ટમેન ઉદ્ધવ વિપ્ર અને મેન ઓફ ધ મેચ ભાર્ગવ દવે બન્યા હતા. ખેરગામ બ્રહ્મ સમાજના પ્રમુખ અંકુર ભાઈ શુક્લ, કથાકાર મેહુલ ભાઈ જાની, ભાસ્કર ભાઈ દવે,અનીલ ભાઈ જોશી, નિલેશ ભાઈ જાની, ચંદ્રેશભાઇ જાની, જયેશભાઇ, કશ્યપ ભાઈ જાની,એ ચેમ્પિયન ખેરગામ ટીમ ને અને કેપ્ટન ભાગૅવ દવે નેઅભિનંદન આપ્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે મીતેશ ભાઈ જોશી સાથે સમગ્ર વલસાડ બ્રહ્મ યુવા ગૃપે મહેનત કરી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!