KALOL(Panchamahal)PANCHMAHAL

રૂ ૩૦ લાખના પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન કેસમા ભાગીદારી પેઢી અને બે ભાગીદારો ને હાલોલ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા.

તારીખ ૨૮/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલ તાલુકાના કંજરી ગામની સર્વે નંબર ૨૦૩૩ વાળી જમીન વૈશાલીબેન જીગ્નેશભાઈ શાહ પાસેથી સહકાર ઇન્ફ્રા નામની ભાગીદારી પેઢી અને તેના બે ભાગીદારો પ્રહલાદભાઈ જસરાજભાઈ પટેલ તેમજ વેણીલાલ તુલસીદા પટેલ રે વડોદરાનાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી કિંમત નક્કી કરી હતી અને તે પેટે ₹20 લાખ ચૂકવી આપ્યા હતા તેમજ બાકીની રકમના પોસ્ટ ડેટેડ ચેક ફરિયાદીના લખી આપ્યા હતા. તે પૈકીનો તારીખ ૧૦/૧૨/૨૦૨૧ ના રોજ નું બંને ભાગીદારોની સહી વાળો રૂપિયા 30 લાખની રકમનો ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે પરત આવેલ જે બાદ નોટિસ આપી હાલોલ ના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં આરોપી તરફ એડવોકેટ જે.બી જોશી અને વ્રજપાલ ગોહિલ હાજર રહ્યા હતા. જેઓએ તા ૨૧/૦૮/૨૧ ના રોજ વેચાણ દસ્તાવેજ થયો હતો તે જ દિવસે ફરિયાદી અને આરોપી વચ્ચે નોટરી રૂબરૂ સમજુતી કરાર પણ કરવામાં આવેલો. જે અંતર્ગત સવાલ વાળી જમીનના ફરિયાદી માલિક બનેલા છે પરંતુ તેનો અવેજ તેઓએ જમીનના મૂળ માલિકને ચૂકવી આપ્યો નથી અને મૂળ માલિકે વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો પણ કરેલ છે તેમજ રેવન્યુ વિભાગમાં પણ લીટીગેશન ઉભા થયેલ છે. વધુમાં ફરિયાદીએ ટાઇટલ ક્લિયર થયા બાદ જ પોસ્ટ ડેટેડ ચેક બેંકમાં ભરવાના હતા તેવી સમજૂતી કરારમાં વિગત લખેલી હતી. અને ટાઈટલ ક્લિયર કરવાનો બોજો ફરિયાદી ઉપર હતો. જેથી જમીનનું વેચાણ થયું તેવું કહી શકાય નહીં અને જ્યાં સુધી જમીનનું વેચાણ થયું છે તેવું પુરવાર ન થાય ત્યાં સુધી ફરિયાદી વળતર મેળવવા હકદાર થઈ શકે નહીં. તેવી દલીલો આરોપી એડવોકેટ જે.બી જોશી દ્વારા કરી એપેક્સ કોર્ટોના જુદા જુદા ચુકાદાઓ રજૂ કરતા હાલોલના જ્યુ. મેજિસ્ટ્રેટ ફક એચ એચ બિસ્નોઈ દ્વારા ફરિયાદી પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શક્યા ન હોવાથી ભાગીદારી પેઢી સહિત બંને ભાગીદારોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!