HALOLPANCHMAHAL

ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજા તથા રૂા.9,88,777/– પુરાનો દંડ ફરમાવવાનો હાલોલ કોર્ટનો હુકમ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૫.૨૦૨૬

ચેક પરત ફરવાના કેસમાં આરોપી સુમિતકુમાર દશરથભાઈ બેલદારને ૨ વર્ષની સજા તથા રૂા. ૯,૮૮,૭૭૭/– પુરાનો દંડ ફરમાવવાનો હાલોલ કોર્ટનો હુકમ છે.દંડની રકમ જમા ન કરે વધુ ૩ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તથા દંડની રકમ જમા કરાવેથી ફરીયાદીને રૂા. ૯,૮૮,૭૭૭/- પુરા વળતર રૂપે ચુકવવાનો હુકમ કરેલ છે.હાલોલ ખાતે આવેલ ઓડ ફળીયામા રહેતા સુમિતકુમાર દશરથભાઈ બેલદાર નાએ શ્રી જનતા સહકારી બેંક લી. હાલોલમાંથી લોન મેળવેલ હતી સદરહુ લોનના હપ્તા નિયમીત રીતે નહી ભરતા બેંક તરફથી લોનની બાકી રકમ બાબતે માંગણી કરતા તેઓએ ચેક આપેલ હતો સદરહુ ચેક પરત ફરતા સુમિતકુમાર દશરથભાઈ બેલદાર સામે બેન્કના વકીલશ્રી એમ.એસ.ઠકકર મારફતે હાલોલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ સદરહુ ફરીયાદના કામે સુમિતકુમાર દશરથભાઈ બેલદાર નાઓ હાજર રહેલ અને અમો ફરીયાદી બેંકની ફરીયાદના કામે મહેરબાન હાલોલના એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, આર.બી.જોષી સાહેબશ્રી નાએ આરોપી સુમિતકુમાર દશરથભાઈ બેલદાર ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૨ વર્ષની સજા તથા ૯,૮૮,૭૭૭/- દંડની રકમ જમા કરાવવા અને દંડની રકમ જમા ના કરાવે તો વધુ ૩ માસની સજા કરેલ છે સદરહુ દંડની રકમમાંથી ફરીયાદી બેંકને રૂા. ૯,૮૮,૭૭૭/- પુરાનુ વળતર ચુકવવાનો આદેશ કરેલ છે.જ્યારે સજા બાબતનો હુકમ કોર્ટમાં સંભળાવતા બેંકમાંથી ધિરાણ મેળવી નાણાં પરત ભરપાઈ નહી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!