કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજિત 21 માં સમૂહ લગ્નોત્સવમાં 51 જોડા લગ્ન બંધનમાં બંધાયા.
તારીખ ૧૪/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ખંડોળી સમાજ વાડી ખાતે 21 મો સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય કેળવણી મંડળના પ્રમુખ અને પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં શનિવાર સાંજે ૬ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ખંડોડી મંદિરથી ૫૧ વરરાજાઓને તલવાર અને સાફા આપીને સામૈયુ કરી મંડપ સુધી લાવવામાં આવ્યા હતા ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આવેલા મહેમાનો અને દાતાઓનું રાજપાલસિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવના મુખ્ય મહેમાન કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે ક્ષત્રિય કેળવણી મંડળના ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ ગોહિલ,પ્રવિણસિંહ ચૌહાણ,પંકજસિંહ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ક્ષત્રિય કેળવણી મંડળના પ્રમુખ અને લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ઉપસ્થિત સમાજના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે સમાજ ખોટા ખર્ચાઓ પર કંટ્રોલ કરી સમાજ ખોટા ખર્ચાથી બચે ગરીબ અને મધ્યમ વર્ગના મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ કરી અને વધારે ખર્ચાઓ ટાળી મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો આવા સમૂહ લગ્નમાં પોતાની દીકરી-દીકરાને પરણાવવાની અપીલ કરી હતી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પણ સમાજના લોકોને જણાવ્યું હતું કે ખોટા ખર્ચા બંધ કરી સમૂહ લગ્ન માં જોડાવવા ટકોર કરી હતી આમ કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજિત ૨૧ મો સમૂહ લગ્નોત્સવમા ૫૧ જોડા લગ્ન બંધનમાં બંધાયા હતા.અંતે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કન્યાઓને તેઓનું દામ્પત્ય જીવન સુખમય નીવડે તેવા શુભાશિષ પાઠવી કન્યાઓને વિદાય આપવામાં આવી હતી.