LCB એ વેજલપુરમાં IPL મેચ પર ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપ્યો ₹77,800નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તારીખ ૨૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલમાં આઇપીએલ ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો સટ્ટો રમવાની પ્રવૃતિઓ ફૂલીફાલી છે સટ્ટો રમનારા નિર્જન વિસ્તારમાં અને કોઈક મકાન માં બેસી મેચ જોઈ સટ્ટો રમતા હોય છે સટ્ટાખોરીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ પણ એક્શન મોડમાં છે.ત્યારે એલસીબી પોલીસ સ્ટાફ શુક્રવારે રાત્રે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને બાતમી મળી કે તોહસિફ સોકત નાના રે. નાના મહોલ્લા પ્રભાત કોમ્પ્લેક્સની બાજુમાં હાલમા ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચનો ઓનલાઈન આઈડી દ્વારા સટ્ટો રમે છે અને હાલમા પણ સટ્ટા બેટિંગની પ્રવૃતિ ચાલુ છે જે આધારે પોલીસે તપાસ કરતા એક ઈસમ પોતાના હાથમાં મોબાઈલ લઈને કંઈક કરતો જોવા મળ્યો પોલીસે કોર્ડન કરી તેને પકડી પાડી નામ પૂછતા તોહસિફ સોકત નાના ઉમર ૩૦ વર્ષ હોવાનુ તેમજ આઇપીએલ ગુજરાત ટાઇટન અને રોયલ ચેલેન્જ બેંગલોર વચ્ચે ની 20 ઓવરની ક્રિકેટ મેચ નો સટ્ટો રમતો હોવાનું જણાવ્યું પોલીસે તેનો મોબાઇલ ખોલાવી આઇડી યૂઝર નેમ 39 masters તેમજ પાસવર્ડ ANJU805513 હોવાનુ જાણવા મળ્યુ આઈડી ની ક્રેડિટ રૂ 10 લાખની હોય દશ લાખ નું બેલેન્સ રાખી હાલમા ચાલતી આઇપીએલ મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચનો હારજીતનો જુગાર રમતો હોય પોલીસે રૂ 10,000/ નો મોબાઈલ અને તેની અંગજડતી માંથી રૂ 67,800/રોકડા કુલ મળીને રૂ 77,800/ નો મુદામાલ કબજે કરી જુગારધારા ની કલમ 12 હેઠળ વેજલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.







