શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ માટે કાલોલમાં બેઠક મળી
તારીખ ૨૬/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા દ્વારા આયોજિત સતત ચોથી બિઝનેસ સમિટ માટે હાલોલ ખાતે કાલોલ એકમ ની કોર કમિટી ની એક અગત્ય ની બેઠક સિધ્ધનાથ મહાદેવ ખાતે મળી હતી.આ બેઠક માં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા ના પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભાઈ ભટ્ટ હાજર રહી બિઝનેસ સમિટ ની વિસ્તૃત જાણકારી આપી હતી.આશિત ભટ્ટે જણાવ્યું હતું કે આ ચોથી બિઝનેસ સમિટ છે. જેમાં બ્રાહ્મણ ઉદ્યોગકારો ના ત્રણસો થી વધુ સ્ટોલ લાગવા ના છે. જેમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો સમાજ ના નવા સાહસિકો ને માર્ગદર્શન આપશે. સમાજ ના યુવા યુવતીઓ માટે રોજગાર મેળો કરી વધુ માં વધુ યુવક યુવતીઓ ને રોજગાર મળે તેવા સનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવ્યા છે, આ સમિટ માં બે લાખ કરતા વધારે બ્રાહ્મણો ભાગ લેવા ના છે ત્યારે આપણા હાલોલના પણ બ્રાહ્મણો વધુ માં વધુ જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવે. સાથે સાથે વિના મૂલ્યે જીવનસાથી પસંદગી સમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું છે.બીજી એવી પણ માહિતી આપી હતી કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા દ્વારા ગુજરાત માં ભગવાન પરશુરામ ની વિશ્વ ની સૌ થી ઊંચી પ્રતિમા પણ સ્થાપવા માં આવશે, આ પ્રોજેક્ટ અંતિમ ચરણ માં છે.એકમ ના દિવ્યેશ જોશી અને હિરેન વ્યાસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કાલોલ એકમ ની વ્યાપક બેઠક બોલાવી બિઝનેસ સમિટ માં જવા માટેનું નકકર આયોજન કરવામાં આવશે અને કાલોલ માંથી મોટા પ્રમાણ માં ભૂદેવો સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાવા જઈ રહેલ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ માં હાજરી આપશે.આ બેઠક માં એકમ ના શૈલેષભાઈ જાની, કિરીટભાઈ પાઠક,દિવ્યેશ જોષી, હિરેન વ્યાસ, શૈફાલીબેન ઉપાધ્યાય, રિતેશ પંડ્યા, ઉમાબેન પંડ્યા, મમતા બેન ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.