કાલોલ તાલુકાના ઘુસરના ગોમા નદીના નવીન બ્રિજની કામગીરીનું સાંસદ રાજપાલસિંહ જાદવે કર્યું સ્થળ નિરીક્ષણ.

તારીખ ૧૮/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઘુસર ગામ ખાતે ગોમા નદી પર નિર્માણાધીન નવીન બ્રિજની કામગીરીનું આજરોજ સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરંજકુમાર પટેલ દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યાં મહાનુભાવોએ બ્રિજની ચાલી રહેલી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કામની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ગુણવત્તાસભર કામગીરી સાથે નિર્ધારિત સમયમર્યાદામાં બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.નોંધનીય છે કે, આ બ્રિજના નિર્માણથી ઘુસર સહિત આસપાસના ગામોના લોકોને ચોમાસામાં પડતી હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે અને વાહનવ્યવહાર સરળ બનશે તથા ગ્રામ્ય વિસ્તારના વિકાસને વેગ મળશે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રામ્ય માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપી રહી છે. ત્યારે આ બ્રિજ સ્થાનિકોની વર્ષો જૂની માંગણી હતી જે હવે પૂર્ણ થવા જઈ રહી છે જ્યાં ચોમાસા દરમિયાન ગોમા નદીમાં પાણી આવતા ઘુસર અને આસપાસના ગામોનો સંપર્ક કપાઈ જતો હતો. નવીન બ્રિજ બનવાથી હજારો ગ્રામજનોને બારેમાસ અવરજવરની સુવિધા મળશે.
નિરીક્ષણ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,સ્થાનિક આગેવાનો અને ઉપસ્થિત રહ્યા હતા.








