KALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખને વતનમાં ઉમળકાભેર આવકાર,નીરજકુમાર પટેલ ને વેજલપુરમાં ફૂલહારથી વધાવ્યા.

 

તારીખ ૨૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગતરોજ વિધિવત રીતે ચાર્જ સંભાળતાની સાથે જ સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ ગૌરવપૂર્ણ અવસરે વેજલપુર ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના નવનિયુક્ત પ્રમુખનું હોદ્દો ગ્રહણ કરવા બદલ વેજલપુર ખાતે એક ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે, વેજલપુર ગામના બંને સમાજના લોકોએ એકત્રિત થઈને કોમી એકતા અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામના આગેવાનો અને વડીલો દ્વારા નવનિયુક્ત પ્રમુખને ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી.ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે: “અમારા ગામના પ્રતિનિધિ જિલ્લાના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. તેમના નેતૃત્વમાં વેજલપુર સહિત સમગ્ર જિલ્લાનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે તેવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે.”પંચમહાલ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નીરજકુમાર પટેલ દ્વારા આજ રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેજલપુર ગામે તેમના ભવ્ય સ્વાગત દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા ખુશી વ્યક્ત કરી હતી અને પ્રમુખના પિતા સાથેના વર્ષો જૂના કૌટુંબિક સંબંધોને યાદ કર્યા હતા.મીડિયા સાથે વાતચીત કરતા મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે .તેમણે વેજલપુર ગામના મુસ્લિમ સમાજના બંને મોહલ્લામાં લોકોએ એક થઈને, ખોબે-ખોબા ભરીને નીરજકુમાર અને ભાજપને વોટ આપ્યા છે અને તેમને વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું કે “નીરજકુમાર પ્રમુખ બનતા અમને (મુસ્લિમ સમાજને) ખૂબ જ આનંદ અને ખુશી થઈ છે. અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખે તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રજાએ મૂકેલા વિશ્વાસ પર તેઓ હંમેશા ખરા ઉતરશે અને ગામ તેમજ જિલ્લાના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપશે. આ કાર્યક્રમમાં ગામના હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!