HALOLPANCHMAHAL

હાલોલ- શ્રાવણ માસના પ્રથમ દિવસે નગરના શિવાલયો ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૮.૨૦૨૪

આજે પવિત્ર શ્રાવણ માસ અને પ્રથમ સોમવાર ની સાથે પવિત્ર શ્રાવણ માસ નો આરંભ થતા હાલોલ નગર સહીત પંથકમાં આવેલા શિવ મંદિરો માં શિવભક્તો દ્વારા હરહર મહાદેવ ના જયઘોશ કરતા મંદિર પરિષદો ગુંજી ઉઠ્યું હતા.જયારે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભગવાન ના દર્શન કરવા માટે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.ભગવાન ભોળાનાથને ને રીઝવવાનો મહાપર્વ એટલે પવિત્ર શ્રાવણ માસ, હિન્દૂ ધર્મ માં ભક્તો આ પવિત્ર શ્રાવણ માસ માં ઉપવાસ કરી ભગવાન ભોળા નાથને દૂધ પંચામૃત કાળા તલ તેમજ તેમનું પ્રિય ધતુરાનું ફૂલ અર્પણ કરી પૂજા ,અર્ચના ,પ્રાર્થના કરી ધન્યતા અનુભવે છે.પવિત્ર શ્રાવણ માસ શરુ થતા હિન્દૂ ધર્મના તહેવારો નો પણ આરંભ થાય છે.આજે પવિત્ર શ્રાવણ માસ નો આરંભ તે પણ સોમવાર ના રોજ થી થતા આ શ્રાવણ માસ માં પાંચ સોમવાર છે.જેને લઇ શિવ ભક્તો માં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે.પવિત્ર શ્રાવણ માસ ને લઇ હાલોલ નગર સહીત તાલુકાના ના મહાદેવજીના મંદિરોને ધજાકા પતાકા સહીત રંગ બે રંગી રોશની થી સજાવામાં આવ્યા છે.તેવી જ રીતે શિવ ભક્તો પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Back to top button
error: Content is protected !!