KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરમાં રામનવમી આયોજીત બેન્ડવાજા અને ડી.જેં ના સૂર તાલ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી.

તારીખ ૧૭/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ હિન્દુ યુવા સંગઠનના ભાવિક ભક્તો સાથે સ્થાનિક ભાવિકો દ્વારા ચાલુ વર્ષે સતત ૮ મી વખત હિન્દુ સંસ્કૃતિના આરાધ્યા દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિન રામનવમીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશેષ, ચાલુ વર્ષે અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં રામલલાના બિરજમાન થવાના ઉપલક્ષમાં ઉજવણીનો ઉન્માદ બેવડાયો હતો. રામનવમી ઉજવણીના ઉપલક્ષમાં આજે વહેલી સવારથી જ કાલોલ નગર રામમય બન્યું હતું. શ્રી રામજી મંદિર ખાતે સવારના મંગળા દર્શનો બાદ સુંદરકાંડના પાઠ સાથે રાજભોગમાં અન્નકૂટ પ્રસાદ ધરાવાયો હતો. આ તકે રત્નજડિત આભૂષણોથી સજાવેલ રામ લક્ષ્મણ જાનકીના લૌકિક દર્શનો માટે મોટી સંખ્યામાં ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો. સંધ્યા ટાણે રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં આયોજીત ધર્મસભામાં જાહેર મંચ પર ઉપસ્થિત સંત સમુદાય વતી વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થાનના પ.પૂ. સંત શ્રી સર્વમંગલ સ્વામી, હિન્દુ ધર્મ સેના પંચમહાલ જિલ્લાના સહ સંયોજક પ.પૂ. સંત શ્રીવિક્રમદાસ બાપુ સમેત પ્રમુખ સ્થાનેથી યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પૂ. ગો. ૧૦૮ શ્રી મધુરમકુમારજી મહોદયશ્રીના ધર્મ પરાયણ ઉદબોધનો સાથે વિશેષ આશિર્વચનોથી ઉપસ્થિત ભક્ત સમુદાય ભાવવિભોર બન્યા હતો. ભજન મંડળીઓ,બેન્ડવાજા અને ડી.જેં ના સૂર તાલ સાથે મોડી સાંજે આયોજીત વિશાળ શોભાયાત્રામાં કાલોલ નગર તેમજ તાલુકા પંથકના કેસરીયા પરિધાનમાં સજ્જ હજારો રામ ભક્તો જોડાયા હતા.શોભાયાત્રા દરમ્યાન રામ દરબારની પ્રતિમા સમેત અયોધ્યામાં પ્રસ્થાપિત રમલાલા પ્રતિકૃતિ સાથે ઇન્દોરના સુપ્રસિદ્ધ રણજીત હનુમાનની પ્રતિકૃતિ આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા સાથે સાથે હજારો રામ ભક્તોના ગગનચુંબી જયઘોષથી સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું.શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણીના ઉપલક્ષમાં આયોજીત શોભાયાત્રાના મુખ્ય માર્ગો પર તેમજ કાલોલના તમામ જાહેર માર્ગો અને હિન્દુ સનાતન મંદિરોને કેસરીયા ધજા પતાકા સાથે આકર્ષક રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. નગર પાલિકા પટાંગણમાં લાઈટિંગ શો અને આતશબાજીએ સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. શોભાયાત્રા રૂટ પરના તમામ વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક બંધ પાળી પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૧ ડી વાય એસ પી,૧ પીઆઈ,૭ પીએસઆઈ,૬૦ એ એસ આઇ સાથે ૧૭૮ પોલીસ જવાનોના કાફલા સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જિલ્લા પોલીસ વડા સાથે જિલ્લા પોલીસની તમામ શાખાના આલા અધિકારીઓ સીઆઇ એસ એફ ની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ કરી છેલ્લી પરિસ્થિતિઓનું ઝીણવટ ભર્યુઅવલોકન કર્યું હતું. ડેરોલ ગામ નજીક આવેલા શનિદેવ મંદિરે થી પણ રામનવમી ની શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા રામભક્તો જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!