HALOLPANCHMAHAL

હાલોલ:સંકુલ -2 “દર્શન ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25માં કલરવ સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૦.૨૦૨૪

પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળ ગોધરા અને શેઠ ચંદારીયા વિદ્યામંદિર અરાદ ના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું 21 મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન તારીખ 04/10/24 ને શુક્રવારના રોજ અરાદ ખાતે યોજાયો હતો.જેમાં સંકુલ 2 દર્શન માં હાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો.આ તમામ શાળાઓમાંથી કુલ 137 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં હાલોલ માં આવેલ કલરવ શાળામાંથી ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં ભાગ લેવામાં આવેલ. જેમાં શાળા તરફથી ગણિત વિજ્ઞાનના બધા જ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ મળીને કુલ 20 કૃતિઓ રજૂ કરવામાં આવેલ. જેમાં શાળા ની બે કૃતિઓ જિલ્લા કક્ષા માટે પ્રથમ ક્રમે પસંદગી પામેલ.આ ઉપરાંત અન્ય 7 કૃતિઓ પણ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી ફુલ 9 કૃતિઓ પુરસ્કૃત કરવામાં આવેલ.આ વિજ્ઞાન મેળામાં બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને નંબર મેળવીને શાળાનું નામ રોશન કર્યું તે માટે શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાએ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!