KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની ધી એમ.જી.એસ.હાઇસ્કુલ તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરાઈ.બાળકો બન્યા શિક્ષક.

તારીખ ૦૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ધી એમ. જી. એસ. હાઇસ્કુલ તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ કાલોલ ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે ‘શિક્ષક દિન’ની ખૂબ જ ઉત્સાહભેર અને સુંદર ઉજવણી કરવામાં આવી હતી.

આજના વિશેષ દિવસે શાળાનો સંપૂર્ણ વહીવટ અને શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા સંભાળવામાં આવ્યું હતું જેમાં આજના દિવસે શાળાના કૂલ ૪૬ શિક્ષકોની ભૂમિકાભજવી વિદ્યાર્થીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક ભજવી હતી.વિદ્યાર્થી-શિક્ષકોએ જુદા-જુદા વર્ગખંડોમાં જઇને ખૂબ જ રસપ્રદ રીતે શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું.શાળાના એક તેજસ્વી વિદ્યાર્થીએ આચાર્ય જય. એમ. વણઝારા તરીકે અને અન્ય એક વિદ્યાર્થીએ સુપરવાઇઝર વેદ ચેતનભાઇ પટેલ તરીકેની વહીવટી જવાબદારીઓ ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળીને શાળાનું સંચાલન કર્યું હતું. સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શાળાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કુલ ૯૩ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. શાળાની પ્રાર્થનાસભામાં જી. એસ. હિતિક્ષા દરજી દ્વારા શિક્ષકદિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં તમામ વિષયોનું ઉત્સાહભેર શિક્ષણકાર્ય કરવામાં આવ્યું હતું. ભાગ લીધેલી તમામ વિદ્યાર્થીનીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા સહઅભ્યાસ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. એમજીએસ હાઈસ્કુલ ખાતે શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ શાળાના મુખ્ય સભાખંડમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં આચાર્ય બનેલા જય. એમ. વણઝારા અને સુપરવાઇઝર બનેલા વેદ ચેતનભાઇ પટેલે વિદ્યાર્થી-શિક્ષકોની વહીવટી અને શૈક્ષણિક કામગીરીને ખૂબ જ બિરદાવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ ૪૬ ગુરુજીઓને પુષ્પગુચ્છ અને યાદગાર ભેટ આપીને તેમના અમૂલ્ય માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ધી એમ. જી. એસ. હાઇસ્કુલ કાલોલનો આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો હતો અને વિદ્યાર્થીઓમાં ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની ભાવના વધુ દ્રઢ થઇ હતી.

Back to top button
error: Content is protected !!