કાલોલ ના વેજલપુર સ્મશાન આગળ નાળાનો ભ્રષ્ટાચાર ઢાંકવા માટે મુકેલા પાઇપો અને રેતી કપચી નું કામ તંત્ર દ્વારા અટકાવાયું.
તારીખ ૩૧/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે જોડીયા કુવા ફળિયાના સીમાડા ઉપર સ્મશાન આગળ નાળાનું કામ કર્યા વગર મજૂરોના નાણા ઉપાડી લીધા હોવાની તથા હાલમાં આ સ્થળ ઉપર સિમેન્ટ ના પાઇપો મૂકી રેતી કપચી મૂકી ખાડા ખોદી રાતોરાત પાઇપો દબાવી મટીરીયલ ના નાણા ઉપાડી લેવાની પેરવી પંચાયત સતાધીશો દ્વારા મેળાપીપણા મા ચાલી રહી હોવાની જાગૃત નાગરિક સુલેમાન અબ્દુલ રહીમ પાડવા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ અને મીડિયા દ્વારા આ અંગે અહેવાલની પ્રસિદ્ધિ કરાયા બાદ આજ રોજ શુક્રવારે કાલોલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિસ્તરણ અધિકારી તથા મનરેગા જીઆરએસ અને ટેકનિકલ આસિસ્ટન્ટ સાથે તલાટી કમ મંત્રી ને સ્થળ ઉપર તપાસ માટે દોડાવ્યા હતા જ્યા અરજદાર સુલેમાન અબ્દુલ રહીમ પાડવા જાતે હાજર રહ્યા હતા અને નહીં બનાવેલા નાળાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરાઈ રહેલ કરામતો ખુલ્લી પાડી દીધી હતી તંત્રના હાજર રહેલ વિસ્તરણ અધિકારી અને તલાટી કમ મંત્રી અને ટેકનીકલ આસિસ્ટન્ટ અને જીઆરએસ દ્વારા તાત્કાલિક ધોરણે ઢાંક પીછોડો કરતું કામ બંધ કરાવ્યું હતુ બીજી તરફ અરજદાર તલાટી કમ મંત્રી સમક્ષ પણ આ કામ રાતોરાત શરૂ કરી ન દેવાય તે માટેની અરજી આપી હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે. આમ મીડિયાના અહેવાલને પગલે કાલોલ તાલુકા નું તંત્ર દોડતું થયું હતું અને ભ્રષ્ટાચાર ઉપર લીપાથોપી થતી અટકાવાઈ હતી ત્યારે નાળા નું કામ થયા વગર ઉપડી ગયેલા પૈસા અંગે યોગ્ય તપાસ થશે ખરી ? જે કોઈ ૬૩૦ જેટલા લાભાર્થીઓ ના નામો લખી દેવાયા છે તેઓની તપાસ કરવામાં આવે તો ઘણી બધી વિગતો બહાર પડે તેમ છે.અમો સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યાં પાઇપો મૂકી કામ ચાલતુ હતું જે અમોએ તલાટી કમ મંત્રી અને ટેકનીકલ આસિસ્ટન્ટ અને જીઆરએસ દ્વારા અટકાવ્યું છે. વર્ષાબેન.વિસ્તરણ અધિકારી કાલોલ જિગ્નેશ ગોહિલ તલાટી કમ મંત્રી.વેજલપુર.