KALOL(Panchamahal)PANCHMAHAL

વાત્સલ્યમ્ સમાચાર ઇફેક્ટ,કાલોલના પોરવાડ ફળિયાનું જર્જરિત મકાન માલિકે જાતે જ ઉતારી લીધું,મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ મકાનમાલિક જાગૃત બન્યા,

 

તારીખ ૦૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરના પોરવાડ ફળિયામાં આવેલું એક વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત મકાન આસપાસના રહીશો અને રાહદારીઓ માટે લાંબા સમયથી માથાનો દુખાવો બન્યું હતું. ગમે તે ક્ષણે ધરાશાયી થઈ શકે તેવા આ ઘર નંબર ૧૩૯૫ વાળા મકાનને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ગંભીર સમસ્યા અંગે ‘વાત્સલ્યમ્ સમાચાર’ અખબારમાં વિસ્તારપૂર્વક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને મીડિયામાં અહેવાલ આવતાની સાથે જ તેની ધારદાર અસર જોવા મળી છે. સમાચાર વાંચીને મકાન માલિક તુરંત જાગૃત બન્યા હતા અને તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના, લોકહિતમાં જેસીબી મશીન લગાવી આ જર્જરિત મકાનને જાતે જ પાડી દેવાનો પ્રશંસનીય નિર્ણય લીધો હતો જ્યાં મકાન માલિક દ્વારા ત્વરિત પગલાં ભરીને આ જોખમી બાંધકામ દૂર કરાતા પોરવાડ ફળિયાના રહીશોએ વર્ષોના ભયમાંથી મુક્તિ મેળવી હાશકારો અનુભવ્યો છે. સ્થાનિક નાગરિકોએ મકાન માલિકના આ હકારાત્મક નિર્ણયને બિરદાવ્યો હતો અને લોકપ્રશ્નને વાચા આપવા બદલ ‘વાત્સલ્યમ્ સમાચાર’ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પોરવાડ ફળિયાની આ ઘટનામાંથી બોધપાઠ લઈને કાલોલ નગરમાં અન્ય જે પણ વિસ્તારોમાં આવા જર્જરિત અને જોખમી મકાનો આવેલા હોય, ત્યાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં વહીવટી તંત્ર સફાળું જાગે અને સમયસર કાર્યવાહી કરી આવા મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાગ ઉઠી છે.

 

Back to top button
error: Content is protected !!