GUJARATJUNAGADH

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

રાજય સરકારશ્રીના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર- જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તાજેતરમાં યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના કુલ ૭૮ શિબિરાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા.જેમાં મિલન વાગડિયા પાંચપીપળા, શૈલેશ બાલસ માળિયા, પૂજા રામાનુજ સુરત, પ્રિયંકા કેવટ સુરત, શૈલેશ કામળીયા ગોરખમઢી, સોઢા અનિરુદ્ધસિંહ જામનગર, ગોપાલ સરવૈયા મહુવા, માર્ગી રાવલ જુનાગઢ- આ સર્વેએ માનદ ઇન્સ્ટ્રક્ટરશ્રી તરીકે સેવા આપી હતી. તેમજ કોર્ષ ઇન્ચાર્જશ્રી તરીકે શ્રીકે.પી. રાજપૂત અમદાવાદ- તેઓએ સેવા આપી હતી.પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ડો.પુનીલ ગજ્જર, પ્રોફેસર કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી- જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, શ્રી કાર્તિક પારેખ ટ્રસ્ટી આદર્શ એજ્યુકેશન સોસાયટી ધોરાજી, નિવૃત્ત પ્રિન્સીપાલ SVIM માં. શ્રીઆબુ કમલસિંગ રાજપૂત તથા ઇન્સ્ટ્રક્ટરશ્રી ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી નિવૃત્ત પ્રિન્સીપાલ SVIM શ્રી કમલસિંગ રાજપૂતે આપી હતી. કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટરશ્રી માર્ગી રાવલે કરી હતી. તાલીમાર્થી દેવર્ષ હીરપરા, સ્વરા સુરાણી, અંટાળા વેદ તથા પૂજનએ કેમ્પના અનુભવો વિષે વાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અમારો બીજો એડવેન્ચર કોર્ષ હતો. તેથી અમને ખડક ચઢાણ તથા ઉતરાણ સરળ લાગ્યું હતું. કેમ્પ દરમિયાન ગત તારીખ ૦૫ જૂનના દિવસે પર્યાવરણ દિનની ઉજવણી ખુબ સરસ રીતે કરી હતી, જે જીવનભર યાદગાર રહેશે. આવી સાહસિક શિબિરમાં જોડાવા માટે અમે બીજા મિત્રોને જરૂરથી કહેશું.શ્રી કાર્તિક પારેખ ટ્રસ્ટી આદર્શ એજ્યુકેશન સોસાયટી ધોરાજી દ્વારા કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આજના ડિજીટલ યુગમાં નાના બાળકો મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે. જેથી હાલમાં જ દિલ્હી ખાતે હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જેમાં ડિજીટલ સ્ક્રીનનો મનોરોગ છોડવા માટે મદદ કરવામાં આવે છે, તો તમે બધા આવી સાત દિવસીય શિબિરમાં જોડાયા અને ડિજીટલ સ્ક્રીનથી દૂર રહ્યા છો. જેથી બધા તમારા મિત્રોને પણ આવી શિબિરમાં જોડાવા પ્રોત્સાહિત કરજો તેવી અપીલ તેઓશ્રીએ કરી હતી. શ્રી ડો.પુનીલ ગજ્જરે બાળકોને ગિરનાર અભયારણ્ય વિશેના જંગલો અને તેમાં રહેતા વન્યજીવો વિશે માહિતગાર કર્યા હતા. તેઓ પણ આ સંસ્થાના તાલીમાર્થી રહી ચુક્યા છે. શિબિરના અંતે આભારવિધિ માનદ ઇન્સ્ટ્રક્ટરશ્રી મિલન વાગડિયા એ કરી હતી. તેમ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!