આજરોજ હાજી કન્યા શાળામાં વાલી સંમેલન યોજાયું. શાળામાં સૌપ્રથમ મુખ્ય મહેમાન શ્રીઓ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબબીઆરસી શ્રી અશ્વિનભાઈ પઢીયાર સાહેબ જિલ્લા ઉપ પ્રમુખશ્રી હરદીપસિંહ યાદવ, એસ.એમ.સી અધ્યક્ષ શ્રીમતી રેણુકાબેન પઢીયાર ,શિક્ષણવીદ શ્રી શિવાભાઈ પઢીયાર ,અન્ય સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ની ઉપસ્થિતિ રહી હતી .શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજૂઆત થઈ .ત્યારબાદ શ્રી જયંતીભાઈ સિંધા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાવ્યું. જિલ્લા ફેર બદલી ની વ્યસ્તતા માં પણ ટીપીઓ સાહેબે સમય આપીને વાલીઓને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું .બી આર સી કોઓર્ડીનેટર સાહેબ દ્વારા વાલીઓને સચોટ દષ્ટાંત સહિત ખૂબ સરળતા પૂર્વક બાળકનો વિકાસ ની સમજ આપી. શાળાના આચાર્યશ્રી રાહુલ મોરી દ્વારા વાલીઓને ekyc, અપર આઈડી શિષ્યવૃત્તિ, નિયમિતતા મધ્યાન ભોજન ,શાળા ટ્રાન્સપોર્ટેશન વિષય ઉપર ગહન ચર્ચા કરી હતી. શ્રીમતી મિનાજબાનું પનારવાલા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ની એન્કરિંગ કરતા વાલીઓ ઉત્સાહભેર માં આવી ગયા. દિવાળી વેકેશન પહેલા લેવાયેલ પ્રથમ સત્ર ની પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પણ આજરોજ મહેમાનશ્રીઓ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાની ધોરણ છ ની વિદ્યાર્થીની સંજના પરમારે શાળા વિશે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો. વાલીઓ માંથી શ્રી અરવિંદભાઈ ચૌહાણ એ શાળા વિશે પોતાની વિચારો રજુ કર્યા હતા.શાળાના શિક્ષક મિત્રો શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા શ્રી ભાઈલાલ માછી દ્વારા ekyc અને અપાર આઈડી નો વાલીઓને લાઈવ સમજણ આપી. ધોરણ 1 ,2, બાલવાટિકા ના શિક્ષક મિત્રો શ્રીમતી સુશીલાબેન પરમાર અને શ્રી છત્રસંગ સોલંકી સાહેબ દ્વારા બાળકો ના વાલીઓને તેમને પ્રજ્ઞા એકમમાં આવેલ પુસ્તકો બતાવીને સહી કરાવી. વર્ગખંડમાં અભ્યાસ સાથે શ્રી યાકુબ સાહેબ દ્વારા બાળકોના વાલીઓને ઉત્તરવાહિની દર્શન કરાવ્યું શ્રીમતી રીપકા બેન ધોરણ સાત ના વિદ્યાર્થીઓને સરસ આયોજન સાથે વાલીઓને પ્રશ્નપત્ર નું નિદર્શન કરાવ્યું .શ્રીમતી મીનાજબેન અને શ્રી ભાઈલાલ સાહેબ દ્વારા ખૂબ જ સરસ સેલ્ફી પોઇન્ટ ઉભો કર્યો હતો જેમાં પ્રથમ સત્રની એક્ટિવિટી ની ઝલક દર્શાવી હતી અંતે મધ્યાહન ભોજન ઓર્ગેનાઇઝર શ્રીમતી રેખાબેન નારિયેળી વાળા દ્વારા વાલીઓને અમૃતપાન કરાવ્યુ અને શાળા ની બાહ્ય કામગીરી શ્રી વિષ્ણુભાઈ જાંબુ એ સરસ રીતે નિભાવી હતી.બાળકોના પ્રથમ સત્રના ઉત્તર વાહિની નિદર્શન સચોટ માર્ગદર્શન અને બાળકોએ દ્વિતીય સત્રમાં કેટલી તૈયારી કરવી તેના ઉપર દરેક વર્ગ શિક્ષક મિત્રોએ પોતાના વર્ગમાં જણાવ્યું આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રશંસનીય રહ્યો. આચાર્યશ્રી દ્વારા દરેક વાલીઓને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રરિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ