વાત્સલ્યમ્ સમાચાર
સિદ્ધપુરમાં પશુપાલકો દ્વારા રેલી યોજી પ્રાંત ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશન ધ્વારા ગાયો રાખનારા પશુપાલકોને ખોટી રીતે
હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી અને તેમના રહેણાંક ને પણ તોડફોડ કરી નુક્સાન કરવામાં આવી રહ્યું હતુ અને તબેલામાં વાડામાં બાંધેલી ગાયોને અમદાવાદ મ્યુન્સીપાલ કોર્પોરેશનના ઈશારેથી રસ્તાની ઉપરવટ જઈને આવી ગાયો અને પશુધનને પકડી તેને ભરી લઇ જવામાં આવે છે અને પશુધન સાથે ક્રૂરતા કરવામાં આવી રહી છે જેથી સૌ ગો ભક્તો અને હિન્દુ સમાજની ગૌ માતા વતી લાગણી દુભાઈ છે જેથી સરકાર આ બાબતે તાત્કાલિક કાર્યવાહી સિદ્ધપુરના સૌ પશુપાલકો દ્વારા દેથળી ચાર રસ્તા સર્કિટ હાઉસ ખાતે થી રેલી યોજી સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા,સિદ્ધપુર