GUJARATPATANSIDHPUR

સિદ્ધપુર તાલુકાના બીલીયા જગન્નાથપુરા અને ચંદ્રાવતી ગામે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત

 

*બીલીયા જગન્નાથપુરા અને ચંદ્રાવતી ગામે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત*

છેલ્લા અઠવાડિયાથી વિધાનસભાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષ તરફથી ચૂંટણી પ્રચાર કરી રહેલ બલવંતસિંહ રાજપુતે રવિવારે સિદ્ધપુર તાલુકાના બીલીયા, જગન્નાથપુરા અને ચંદ્રાવતી ગામે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી જન સમુદાયને મળ્યા હતા
તેઓ બીલીયા ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૩૦ માં સમુહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનાત્મક પવિત્રતા અને સ્નેહ સૌજન્યથી ભરેલા સમુહલગ્નમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી ૨૫ નવદંપતીઓને સુખી દામ્પત્ય જીવનનાં આશીર્વાદ આપ્યા હતા.સફળતાપૂર્વક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી સમાજને સામાજીક એકસુત્રે જોડી રાખવાનું ખરા અર્થમાં કામ કરી રહેલ પાટીદાર સમાજને શુભેચ્છાઓ પાઠવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ થનાર તમામ સેવકોને અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રસંગે એમ.એસ પટેલ, દિનેશભાઈ પટેલ, નાગરભાઈ પટેલ, શ્રી પ્રહલાદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જગન્નાથપુરા મુકામે બાવન ગોળ રાજપૂત સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, સિધ્ધપુર ના ૨૧ માં પ્રતિભા સન્માન સમારોહ સમારોહ આયોજન કરાયું જેમાં બલવંતસિંહ રાજપૂતે હાજરી આપીને તેજસ્વી વિધાથીઁઓને પુરસ્કાર તથા સર્ટીફીકેટથી સન્માનિત કર્યા. તેમજ સભાકક્ષનું ઉદ્ઘાટન કર્યું.
બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, સમાજના દીકરા- દીકરી મેક ઈન ઈન્ડીયા, સ્કિલ ઈન્ડીયા, ડીજીટલ ઈન્ડીયા જેવા સરકારના મહત્વાકાંક્ષી મિશન સાથે ખભે ખભો મીલાવી ચાલી શકે તેમજ આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવી શકે તે માટે કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો દ્વારા શિક્ષિત થઈ સમાજને આગળ લઈ જઈ શકે.
આ કાર્યક્રમમાં જશવંતસિંહજી રાજપૂત, રણજીતસિંહ રાજપૂત, મહેન્દ્રસિંહ રાજપૂત,, સન્નીસિંહ રાજપૂત, શ્રીમતી પન્નાબા રાજપૂત, અજીતસિંહ રાજપૂત, જયદીપસિંહ રાજપૂત, મહેન્દ્રસિંહ રાજપૂત, અમરતજી રાજપૂત, જશવંતસિંહ રાજપૂત, અજીતસિંહ રાજપૂત, શંકરજી રાજપૂત – પ્રમુખ, બાવન ગોળ રાજપૂત સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, મહામંત્રી – તેમજ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ, બહેનો અને વિધાથીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.
તે ઉપરાંત ચંદ્રાવતી ગામની પવિત્ર તપોભૂમિ પર શ્રી કુંવારીકા માતાજીનો “ફોટો પ્રાણ પ્રતિષ્ઠા” મહોત્સવમાં બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉપસ્થિત રહી દર્શન કરી આશીર્વાદ મેળવી માતાજીના આશીર્વાદ સદાય સર્વે ગ્રામજનો પર સદાય બન્યા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી

આ પ્રસંગે દિલીપસિંહ ઠાકોર – હરેશભાઈ પટેલ – સરપંચ, બાબુજી રાજપુત, રતનજી રાજપુત, જીતુજી રાજપુત, શંકરજી રાજપુત, પથુંજી રાજપુત, વિક્રમસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, શ્રી પ્રવિણજી ચેનાજી, રામસિંહ ઝાલા, બાબુજી માસ્તર, શિવાજી રાજપુત સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.રાજપૂત તેમજ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ, બહેનો અને વિધાથીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

*વાત્સલ્યમ સમાચાર*

*બળવંત રાણા, સિદ્ધપુર*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Back to top button
error: Content is protected !!