સિદ્ધપુરમાં મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઊજવણી કરાઈ
સિદ્ધપુર શહેરમા મંડી બજાર ચોકમાં ભગવાન શ્રી ગોવિંદમાધવની કૃપાથી રાધે ગ્રુપ દ્વારા આયોજિત સવંત 2079 ના શ્રાવણ વદ આઠમ એટ્લે કે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા બહેનો અને ભાઇઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી ભગવાન શ્રીકૃષ્ણ ને હિંડોળે હિચકી જન્માષ્ટમી પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.અને ભાવિક ભક્તોએ ભગવાન ના પારણાં ઝુલાવવા નો લ્હાવો લીધો હતો.યુવાનો , બાળકોએ નંદ ઘેર આંનદ ભયો જય કનૈયા લાલ કી….ગોવિંદા આલા રે જરા મટકી સંભાલ બ્રિજ બાલા…ના ગગનભેદી નારા સાથે અને આકાશ મા આતશબાજી કરી હર્ષોલ્લાસ થી મટકી ફોડવામા આવી હતી.તેમજ કોઠારીવાસ મા સિઁદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત જન્માષ્ટમી પર્વ , અચલાપૂરા , સનનગર , પગીવાસ , પસવાદળ ની પોળ , સિદ્ધેશ્વરી સોસાયટી , ભીલવાસ , વિજયનગર સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.
સિદ્ધપુર તાલુકા ના દેથળી ગામે જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુર તાલુકા ના દેથળી ગામે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ નું આયોજન ક્રિષ્ના યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમ થાય છે જેમાં સમસ્ત દેથળી ગામ જોડાય છે અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવ ની ખુશી મનાવે છે અને આ કાર્યક્રમ ને નિહાળવા આજુ બાજુ ના ગામ ના લોકો આવે છે તાલુકાના સેદ્રાણા ,સુજાનપુર , તાવડીયા , ગણેશપુરા, ખોલવાડા , ચાટાવાડા , મેળોજ , આંકવી , બીલીયા , લાલપુર સહીત ના ગામોમા પણ રાત્રે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.
વાત્સલ્ય દૈનિક સમાચાર
બળવંત રાણા,સિદ્ધપુર
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.