વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૫ માર્ચ : કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩ આયોજીત કરવામાં આવેલ છે. જેના સૌજન્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી – માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૫ નાં સાંજે ૬:૦૦ કલાક થી પ્રારંભ થતી આ ટુર્નામેંટ ૩ માસ થી વધુ સમય ચાલશે જેમાં ૫૦૦ થી વધુ ટીમો ભાગ લેશે. આ કાર્યક્રમ માં કચ્છ જીલ્લાના જન પ્રતિનિધિઓ – અધિકારીશ્રી – પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓ ને પ્રોત્સાહન આપશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકો ને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટે જણાવ્યું હતું.