GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાલોલ કોર્ટ કમ્પાઉન્ડમાં એડી.સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું
તારીખ ૦૬/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પુરૂ પાડી શકે છે.ત્યારે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ને લઈ કાલોલ કોર્ટ કમ્પાઉન્ડમાં કાલોલ કોર્ટે ના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમની ઉજવણી ગતરોજ સવારે ૧૦:૩૦ કલાકે કોર્ટ કંપાઉન્ડ માં કરવામાં આવી હતી.જેમાં કાલોલ એડી. સીનીયર સીવીલ કોર્ટના જજ એસ.એસ. પટેલ સાહેબની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાલોલ બાર એસોસિયેશનના સીનીયર જુનીયર વકીલો તેમજ કોર્ટ ના કર્મચારીઓની હાજરીમાં વૃક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.