GUJARATJUNAGADHMENDARDA

પીએમ શ્રી સીમ પ્રાથમિક પ્રાથમિક શાળા,મેંદરડા તાલુકો : મેંદરડા જિલ્લો : જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત શાળા બની

પીએમ શ્રી સીમ પ્રાથમિક પ્રાથમિક શાળા,મેંદરડા તાલુકો : મેંદરડા જિલ્લો : જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત શાળા બની

ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર ઇન્દ્રશીલ શાંતિવન તીર્થ ખાતે પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી શરૂ થયેલું આ અભિયાન છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક જન જાગૃતિનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની ૩૨૦૦ શાળાના બે લાખ બાળકો 6 લાખ વેસ્ટ બોટલ ત્યારબાદ વધુ ૧૨૫ શાળાના ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા બે લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ India Book of Records માં કરવામાં આવી છે. આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ બાળ અધિકાર આયોગ-ગાંધીનગરના સચિવ દિનેશ કાપડિયા સાહેબ , પૂર્વ મદદનીશ સચિવ પુલકિત જોશી સાહેબ, વડ વાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઈકો-બ્રિક્સ પૂરતું મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. પીએમ શ્રી સોમ પ્રાથમિક શાળા-મેંદરડા માં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાંના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ખવડાવે છે. સાથે-સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બાંધવા, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીએમ શ્રી સીમ પ્રાથમિક શાળા-મેંદરડા ના શિક્ષક જીલડિયા મિતુલકુમાર ખીમાભાઇ ને INDIA BOOK OF RECORDS નું પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મિનેષ પ્રજાપતિ, વાર્તાનો વડલો પ્રાથમિક શાળા, કપડવંજ તથા અનિલ રોહિત, દોસ્ત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા “પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના જગાવો”નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!