BHUJGUJARATKUTCH

કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું, પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા કર્યું સૂચન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા09 મે : ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલી તણાવભરી સ્થિતી ચાલી રહી છે. ત્યારે ગત રોજ પાકિસ્તાન દ્વારા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તેમજ સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આજે કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં ગત રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભૂજમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. કચ્છના ભુજમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. તેમજ તમામ દુકાનોને બંધ કરવા આદેશ અપાયો છે. તેમજ લોકોએ રાત્રે 8 વાગ્યે સ્વેચ્છાએ લાઈટો બંધ કરવાનું કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે દ્વારા લોકોને સૂચન કર્યું હતું કે, ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ લાઈવ ફટાકડા, ડ્રોનનો ઉપયોગ કરવો નહી. તેમજ કોઈ વ્યક્તિએ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવી નહી. તેમજ જિલ્લાના લોકોએ બ્લેક આઉટનું પાલન કરવું.

Back to top button
error: Content is protected !!