GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ મથકે આગામી નવરાત્રીના ઉત્સવ અંગે ગરબા આયોજકો સાથે પોલીસે બેઠક યોજી.
તારીખ ૦૨/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનમાં આગામી દિવસોમાં આવી રહેલ નવરાત્રી નુ પર્વ શાંતી પૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને ગરબા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કાલોલ ના ગરબા આયોજકો સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઈ સી બી બરંડા એ બેઠક યોજી હતી ગરબા આયોજકો ના સુચનો સાંભળ્યા હતા અને પોલીસ દ્વારા પણ જરૂરી સુચનાઓ આપી હતી. માતાજીના નોરતા ની પરંપરાગત રીતે અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થાય તે માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.