સમીર પટેલ, ભરૂચ
વાલીયાના વટારીયા ગામ ઈન્દીરા આવાસમાં બુટલેગરે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી LCB પોલીસ ટીમને મળી હતી.LCB ટીમે સ્થળ પર રેઇડ કરીને રૂ.1.01 લાખનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી તહેવારો તથા રાજ્યમાં વી.વી.આઈ.પી મુવમેન્ટને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી દારૂ અને જુગારની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલી હતી.જેના અનુસંધાને LCB પીઆઈ એમ.પી.વાળા માર્ગદર્શન હેઠળ LCBના પીએસઆઈ ડી.એ.તુવરે અલગ અલગ ટીમો બનાવી સઘન કામગીરી હાથ ધરાઈ હતી.તે દરમિયાન LCB એક ટીમને માહિતી મળી હતી.કે, વાલીયા તાલુકાના વટારીયા ગામે ઇન્દિરા આવાસમાં રહેતો જેન્તી ધીરૂભાઇ વસાવા એ પોતાના ઘરની આસપાસ ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે.
આ માહિતીના આધારે LCB ટીમે વટારીયા ગામે ઇન્દિરા આવાસમાં રેઈડ કરી હતી.જેમાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ- બીયર ટીન મળી કુલ નંગ- 951 કિંમત રૂપિયા 1,01,339 નો દારૂના જથ્થા સાથે જેન્તી ધીરૂભાઇ વસાવાને ઝડપી પાડયો હતો.જયારે તેની પૂછતાજમાં દારુનો જથ્થો તેનો છોકરો સાહિલે મંગાવેલો હોવાની કબૂલાત કરી હતી.જેથી ટીમે સાહિલ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.