GUJARATMEHSANAVIJAPUR

ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે રસ ધરાવતા ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યું

ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે રસ ધરાવતા ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
અધિક્ષક ડાકઘરની કચેરી, મહેસાણા વિભાગ, મહેસાણા ધ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિમણૂક કરવા માટે વોક-ઇન ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદાવારી વોક ઇન ઈન્ટરવ્યુંમા હાજર રહી શકે છે. જે અધિક્ષક ડાકઘરની કચેરી, મહેસાણા વિભાગ, મહેસાણા, હેડ પોસ્ટ ઓફીસ બિલ્ડીંગ, મહેસાણા-384001 ખાતે તારીખ 29.07.2024 ના રોજ 10.00 to 14.00 કલાક સુધી રાખવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારો એ ઉપરોક્ત સમય તથા સરનામે “વોક ઈન ઈન્ટરવ્યું* માટે હાજર રહેવું. ઉમેદવારે પોતાના બાયોડેટાની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઉમરનું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતના સર્ટીફીકેટ, અન્ય કે.વાય.સી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ અને પાનકાર્ડની નકલ અને અનુભવ સરીફકિટ (જો હોય તો) તેની ખરી નકલ અને ઓરીજનલ સાથે થાવવાના રહેશે.
યોગ્યતાની શરતો:
અ ઉંમર:- ૧૮ થી ૫૦ વર્ષ
બ. અભ્યાસ :- ધોરણ ૧૦ પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત સમકક્ષ રીક્ષણિક લાયકાત
કે. પાત્રતા ધરાવતા વર્ગ :- ભૂતપૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકર, મહિલામંડળ કાર્યકર, એક્સ સર્વિસમેન, નિવૃત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ, પોસ્ટ ઓફીસનો SSAMPKBY એજન્ટ, વીમા કંપનીના ભુતપૂર્વ એજન્ટ અને કોઈ પણ કામ કરવા ઈચ્છુક વ્યક્તિ. ડ. પ્રાથમિકતા – વીમા વેચવાનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી ધરાવનાર, સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનાર
૪. કમીશન કે ઈન્સેન્ટીવ સરકારશ્રીના નિયમો અનુસાર મળશે.ખાસ નોંધ :- જે વ્યક્તિની એજન્ટ તરીકે પસંદગી થશે તેમણે રૂ. ૫૦૦૦/- ના KVP / NSC સિકયુરીટી ડીપોઝીટ તરીકે જમા કરાવવાના રહેશે તથા અન્ય કોઈપણ લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને PLI- RPLI ની એજન્સી મળવા પાત્ર નથી એમ અધિક્ષક ડાકઘરની અખબારી યાદીમાં જણાવાયુ છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button