BANASKANTHAGUJARATPALANPUR

એસ.વી.એસ (SVS) કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ

25 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

એસ.વી.એસ (SVS) કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ. .

તારીખ-21 સપ્ટેમ્બર 24 ના રોજ SVS કક્ષાનો કલા ઉત્સવ નૂતન હાઇસ્કૂલ, વિસનગર ખાતે યોજાયો હતો. જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકવિ માઘ્યમિક વિભાગમાં ચૌધરી ભૂમિકા કાન્તિભાઈ (ધો-10C) એ પ્રથમ નંબર તથા ચિત્ર સ્પર્ધા ઉચ્ચ.મા.વિભાગમાં ગોસ્વામી નેન્સી હરેશગીરી (ધો-11D) પ્રથમ નંબર પ્રાપ્ત કરી તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરેલ છે. આ બન્ને વિદ્યાર્થીનીઓને સમૂહ પ્રાર્થનામાં આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા સુપરવાઈઝરશ્રી ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તથા જિલ્લા કક્ષાએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા શુભાષિશ પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!