GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા દિવસ અન્વયે રૂ.૫૮ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી

તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નવા વિકસતા વિસ્તારો કે જ્યાં ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા હાલ નથી, ત્યાં ભૂગર્ભ ગટર સત્વરે બનાવવામાં આવશે – નાયબ મુખ્ય દંડક

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરક ઉપસ્થિતમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની સુખાકારીમાં વધારો કરવા માટે, રૂ.૫૮ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેર દિન પ્રતિદિન વિકાસ સાધી રહ્યું છે વિકસતા જતાં અનેક નવા વિસ્તારોમાં રહેણાંક મકાનો બનાવવામાં આવ્યા છે આથી નવા વિકસતાં કે વિકસેલા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુસર, જ્યાં ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા હાલ નથી, ત્યાં ભૂગર્ભ ગટર સત્વરે બનાવવામાં આવશે વધુમાં ઉમેર્યું હતું કે, નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાવમાં આવશે જેના થકી ભૂગર્ભ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કરી ફરીથી બગીચાઓ, ખેતીવાડીમાં ઉપયોગ કરી શકાય તે પ્રકારે વ્યવસ્થાઓ, સુવિધાઓ ઉભી કરવામાં આવશે આ પ્રસંગે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, પદાધિકારીઓ, કલેકટર કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિતના મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!