AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા જિલ્લાની ત્રણેય લોકમાતાઓ ગાંડીતુર બની બે કાંઠે વહી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા વાતાવરણ વિવિધ નાદોથી ગુંજી ઊઠયુ..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ પુરજોશમાં ખીલી ઉઠી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બે મહિનાથી વરસાદનો દોર જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મે અને જૂન મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે સાર્વત્રિક રીતે વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ, વઘઇ,ઝાવડા,ભેંસકાતરી,કાલીબેલ,બરડીપાડા,મહાલ,સિંગાણા,સુબિર,પીંપરી,લવચાલી,પીપલદહાડ,પીપલાઈદેવી,ચિંચલી,ગારખડી,આહવા,બોરખલ, ગલકુંડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે અંબિકા,ગીરા,ખાપરી,અને પૂર્ણા નદી ગાંડીતુર હાલતમાં બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદી માહોલનાં પગલે વધઈનો ગીરાધોધ, ગીરમાળનો ગીરાધોધ,આંકડાનો ધોધ અને શિવઘાટનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.વરસાદી માહોલ અને શનિ રવિની રજાઓનો લઈને ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, ડોન હિલ રિસોર્ટ, શબરીધામ,સહિત બન્ને ગીરાધોધ ખાતે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલો,રિસોર્ટ સહીત હોમ સ્ટે ખાતે હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વિઝીબિલિટી લો થઈ હતી.જેના પગલે વાહનચાલકોને વાહનોની સિગ્નલ લાઈટ ચાલુ રાખી વાહનો હંકરવાની નોબત ઉઠી હતી.વધુમાં વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનાં પગલે ડાંગ જિલ્લાનાં જિલ્લા પંચાયત હસ્તકના 4 જેટલા માર્ગો વરસાદી પાણીને કારણે અવરોધાતા તે બંધ થવા પામ્યા છે.જે માર્ગો વરસાદને કારણે બંધ થવા પામ્યા છે તેમા (1) ખાતળ ફાટક થી ધોડી રોડ, (2) ધોડવહળ વી.એ.રોડ, (3) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ, અને (૪) કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડનો સમાવેશ થાય છે.આ માર્ગો પરનાં કોઝવેકમ પુલો દિવસ દરમ્યાન ઊંડા પાણીમાં ગરક થઈ જતા 8 જેટલા ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બનતા આ ગામોનું જનજીવન અને પશુપાલન પ્રભાવિત થયુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 59 મિમી અર્થાત 2.36 ઈંચ, સાપુતારા પંથકમાં 71 મિમી અર્થાત 2.84 ઈંચ, વઘઇ પંથકમાં 98 મિમી અર્થાત 3.92 ઈંચ, જ્યારે આહવા પંથકમાં 105 મિમી અર્થાત 4.2 ઈંચ જેટલો નોંધાયો હતો.

Back to top button
error: Content is protected !!