GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા કન્યા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં યોગ દિવસ ઉજવાયો
તા.૨૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર યોગ અભ્યાસ કરીને કરવામાં આવી હતી. જે અનુસંધાને રાજકોટની ભાયાવદર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓને યોગ પ્રશિક્ષણ આપી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમ ખાતેથી થતાં જીવંત પ્રસારણને નિહાળીને કરવામાં આવી હતી. ત્યારબાદ, સર્વેએ વિવિધ યોગ અભ્યાસ કરીને યોગના મહત્વ અંગે સંદેશો આપ્યો હતો.
ભાયાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી રેખાબેન સિણોજીયા, ચીફ ઓફિસરશ્રી ડી.એન.કંડોરીયા, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ વિવિધ સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, નગરપાલિકાના સફાઇ કામદારો અને નાગરિકોએ યોગ દિવસની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.