GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “રક્તદાન, મહાદાન” રાજકોટના ઇશ્વરિયા પાર્ક ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

તા.૨૭/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ, આર.એમ.સી., અન્ય ખાનગી સંસ્થાઓ અને નાગરિકોએ ૫૦૦૦ યુનિટ બ્લડ ડોનેટ કર્યું

Rajkot: રાજકોટનાં શ્રી એમ.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન અને સિનર્જી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકોના સહયોગથી ઈશ્વરિયા પાર્ક ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા અને જનભાગીદારી નોંધાવા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ૫૦થી વધુ કર્મીઓ, રાજકોટ મહાનગરપાલિકાના કર્મીઓ અને જાહેર જનતા એમ કુલ મળીને આશરે સાત હજારથી વધુ લોકોના અનન્ય યોગદાનથી ૫૦૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ/ચીફ એરોડ્રોમ ઓફિસરશ્રી અમનદીપ સિરસવા અને આર.એમ.સી.ના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ સામાજિક જવાબદારી અને સમુદાય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી. અને “રકતદાન એજ મહાદાન”ના સંકલ્પને સાર્થક કરવા હજારો લોકો સહભાગી થયાં તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!