GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “રક્તદાન – મહાદાન” રાજકોટના રેલનગરમાં યોજાયેલ રકતદાન શિબિરમાં ૫૫ થી વધુ વ્યક્તિઓએ કર્યું મહાદાન

તા.૧૧/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને  રાજકોટ પ્રાંત અધિકારીશ્રી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી રાજકોટના રેલનગર વિસ્તારની સોસાયટીમાં મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં મામલતદાર શહેર પૂર્વના વિસ્તારમાં સમાવિષ્ટ જડેશ્વર બંગ્લોઝ, રેલનગર ખાતેની સોસાયટી અને આસપાસના વિસ્તારના સ્થાનિકો સહિત ૫૫થી વધુ વ્યક્તિઓએ રકતદાન કર્યું હતું.

જેમાં સોસાયટીના આગેવાનો શ્રી વિપુલભાઈ સંખાવરા, શ્રી મધુસુધનભાઈ બારોટ, શ્રી વિશ્વજીતસિંહ ગોહિલ અને અન્ય સભ્યશ્રીઓ, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના ટ્રસ્ટીશ્રી બોરડભાઈ, રાજકોટ શહેર પૂર્વના મામલતદારશ્રી એસ.જે.ચાવડા, પ્રાંત કચેરીના શિરસ્તેદારશ્રી એમ.ડી.ભાલોડી, મામલતદાર કચેરી રાજકોટ શહેર પૂર્વના નાયબ મામલતદારશ્રીઓ એમ.બી. જાડેજા, શ્રી જનકભાઈ સાંબડ, અન્ય નાયબ મામલતદારો શ્રી વસીમભાઈ રિઝવી અને શ્રી અજયસિંહ જાડેજા, ક્લાર્ક શ્રી બકુલભાઈ પરમાર અને શ્રી હેમાંગભાઈ ધોરિયાણી સહિતના લોકો સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!