Rajkot: રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી ખાતે ‘ઓડિટ સપ્તાહ’ ઉજવણીનો શુભારંભ
તા.૧૮/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઓડિટ વોક, રંગોળી, ચિત્ર, નિબંધ સહીતની સ્પર્ધાઓ, વર્કશોપ વગેરેનું આયોજન
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતેની કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ભારતીય ઓડિટ અને એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટની એકાઉન્ટન્ટ જનરલશ્રીની કચેરી દ્વારા સામાન્ય લોકો ઓડીટ કામગીરી અંગે જાગૃત બને તે માટે તા.૧૮થી ૨૨ નવેમ્બર દરમિયાન ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે સપ્તાહના પ્રથમ દિવસે કચેરીના આશરે ૪૦૦ થી વધુ કર્મયોગીઓએ જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક સુધીના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવ્યો હતો. આ સાથે કર્મયોગીઓએ “સ્વચ્છતા રેલી”નું પણ આયોજન કર્યું હતું અને ઓડીટ શપથ ગ્રહણ કર્યા હતા.
આ ઓડીટ સપ્તાહની ઉજવણી અન્વયે ઓડીટ શપથ, સ્વચ્છતા કાર્યક્રમ અંગે વર્કશોપ, ઓડીટ વોક, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા સહિતની સ્પર્ધાના માધ્યમથી લોકોમાં ઓડીટનું મહત્વ સમજાવવામાં આવશે.
આ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં આઈ.સી.એ.આઈ.ના ડાયરેક્ટર જનરલશ્રી હિમાંશુ ધર્મદર્શી અને એકાઉન્ટન્ટ જનરલ (એકાઉન્ટ) શ્રી આર.કે.સોલંકી અને એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) શ્રી અનુભવસિંહ, નાયબ એ.જી. શ્રી વી.બી. બાગુલ, નાયબ એ.જી. શ્રી સંતોષ ખેડકર અને શ્રી નેમારામ, નાયબ એકાઉન્ટ જનરલ-વહીવટ શ્રી ડેનીશ, સહીત આશરે ૪૦૦ કર્મયોગીઓએ ભાગ લીધો હતો.