GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૧૬/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

શહેર તથા જિલ્લાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રીની સૂચના

Rajkot: જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મે માસની ફરિયાદ તથા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ શાપર વેરાવળ ખાતેના મોકડા વોકળા પરના દબાણ, જર્જરિત બિલ્ડીંગો ડીસમેન્ટલ કરવા, ધોરીમાર્ગો પર જોવા મળતા ટ્રાફિક સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે લોકમેળાનું સ્થળ બદલવાના સર્વેની કામગીરી ઝડપી કરવા, શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવા, રાજકોટ શહેરમાં આઈ.ટી. પાર્ક બનાવવા અંગે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓ વધારવા, વોટસન મ્યુઝિયમના રીનોવેશન વગેરે બાબતો અંગેની રજૂઆત કરી હતી. પદ્મકુંવરબા હોસ્પિટલના કેમ્પસની સફાઈ અને એમ.એસ.એમ.ઈ. વિભાગ અંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રજૂઆત કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકનું સંચાલન અધિક કલેક્ટર શ્રી એન. કે. મુછારે કર્યું હતું.

આ બેઠકમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સંસદસભ્ય શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. શ્રી જગદીશ બંગારવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણી, નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલ, પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી, આયોજન અધિકારી શ્રી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારી સર્વે શ્રી નાગાજણ તરખાલા, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી રાહુલ ગમારા અને શ્રી ચાંદની પરમાર, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર શ્રી ઈશિતા મેર, તથા સમિતિના અન્ય સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!