BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: વાંશી ગામે દરગાહના ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સમીર પટેલ, ભરૂચ

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના વાંશી ગામે હઝરત છાંગુશા પીરની દરગાહ શરીફ આવેલી છે. જેનો વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી દરગાહના ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન જેઓ વાંશી ગામના મહિલા સરપંચના પતિ ઐયુબ મલેકને સંદલ શરીફ ઉજવવાનો હોય જેની વાતચીત કરવા માટે ગયા હતા. તે વેળાએ મહિલા સરપંચના પતિ અચાનક ઉશ્કેરાય જઈ ટ્રસ્ટીને અપ શબ્દો બોલી તમાચા મારી દીધા હોવાના આક્ષેપો કરાયા છે. વધુમાં મહિલા સરપંચને જાણ થતા સરપંચ અને તેમનો દીકરો અને તેમના ડિયર સહિતના અન્ય ઈસમોએ ટ્રસ્ટી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને ઢીંકા પાટુનો માર તેમજ ડંડા અને પથ્થર વડે હુમલો કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ઉલ્લેખનીય છે, કે ટ્રસ્ટી મુસ્તુફા દિવાન પોતે વયો વૃદ્ધ વ્યક્તિ હોય જેમની ઉંમર 65 વર્ષથી વધુ છે. હુમલા બાદ ટ્રસ્ટીને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખાસેડાયા હતા. ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર મહિલા સરપંચના પતિએ ધમકી આપી હતી, કે હવે પછી તમારે કોઈએ પણ દરગાહમાં આવવું નહિ જો આવશો તો તમને જાનથી મારી નાખીસ. આ મારું ગામ છે. મારી પત્ની અહીંયાની સરપંચ છે, અમે જે કહીયે એજ કરવું પડશે નહિ તો તમારા બધાની આજ હાલત થશે. જેવી ધમકીઓ પણ આપી હોવાના વૃદ્ધએ આક્ષેપ કર્યા હતા. હાલ ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના અંગે પોલીસ ઇજાગ્રતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ૪ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!