GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: આજી-૨ ડેમના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
તા.૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી-૨ ડેમના દરવાજા સાંજે 5:00 વાગ્યે બે મીટર ખોલવામાં આવેલ છે, જળાશયનું હાલનું લેવલ ૭૨.૭૧ મીટર છે. આથી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અડબાલકા, બાગી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંડેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલ યુનિટની યાદીમાં જણાવ્યું છે.