GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખનગી કંપની દ્વારા વૃક્ષારોપણ, મિશન લાઇફ પ્રતિજ્ઞા અને પ્લાસ્ટિક પ્રદુષણ જાગૃતિ દીવાલનું આયોજન કરાયું
તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના પ્લાસ્ટિકમુક્ત અભિયાનના ભાગરૂપે દાવત બીવરેજીઝ કંપની દ્વારા ૨૮ મેના રોજ પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃતિ લાવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ, મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) પ્રતિજ્ઞા અને પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃત કરતી ભીંતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ ગુજરાત સરકારના પર્યાવરણ જાગૃતિ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઘટાડાના અર્થે કરવામાં આવી હતી.