GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની ઓનલાઇન અધ્યક્ષતામાં MSME ક્લસ્ટર આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

તા.૯/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૧૦૦ થી વધુ ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ

Rajkot: ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ, ભારત સરકાર દ્વારા બેંક ઓફ બરોડાનાં સંકલનથી રાજકોટમાં MSME ક્લસ્ટર આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણા અને કોર્પોરેટ બાબતોનાકેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ ક્લસ્ટર આઉટરિચ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શ્રીમતી સિતારમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટમાં MSME ઉદ્યોગપતિઓ સાથે ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમનો ઉદ્દેશ MSME ઉદ્યોગોને મળતા વિવિધ સરકારી લાભો અંગે માહિતી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સંજય મુદલિયાર, BOB રાજકોટ ઝોનના જનરલ મેનેજર અને અંચલ પ્રમુખ શ્રી સુશાંત કુમાર મોહંતી, તમામ જાહેર ક્ષેત્રની બેંકોના પ્રાદેશિક વડાઓ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી શ્રી વી.પી. વૈષ્ણવ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ પંચાણી, અને રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ ઉદ્યોગોના ૧૦૦ થી વધુ ઉદ્યોગસાહસિકો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. MSMEs માટે વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે યોજનાઓ, પ્રોત્સાહનો અને ધિરાણની સુવિધા અંગે ઊંડાણપૂર્વક માહિતી અપાઈ હતી.

Back to top button
error: Content is protected !!