મુળી તાલુકાના ખાખરાળા ગામે આપ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટીંગ યોજાય હતી

તા.14/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઐતિહાસિક સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
હાલ ગામડે ગામડે ફરી મજબૂત ખેડૂત સંગઠન બનાવવામાં આવી રહ્યું છે જે આવનાર સમયમાં ખેડૂતોના હિત માટેની તમામ મોરચે લડાઈ લડવા સક્ષમ હશે સિંચાઇના પાણી ખેડૂતોના દેવામાં માફી, પાકના પૂરતા ભાવ માટે NSP કાયદો, લાંબા ગાળાની કૃષિનીતિ અને કૃષિપંચ, ખેડૂતોને ફ્રી વીજળી, ગામડામાં કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા સહિતના મુદ્દાને લઇ ચર્ચા કરવામાં આવી..! સપ્ટેમ્બર મહિના સુધીમાં જો સરકાર સારો નિર્ણય લેશે તો ઠીક છે નહોતો વિવિધ માંગણીઓને લઈ આંદોલનનું રણશિંગુ ફૂકવામાં આવશે લાંબા સમયથી ગામડે ગામડે ફરી ખેડૂતોની પડતર માંગણીઓને લઈને અમારી ટીમ દ્વારા મીટીંગો કરવામાં આવી રહી છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે સરકારને ટકોર કરીએ છીએ જે જગતના તાતની ધીરજની પરીક્ષા લેવામાં ન આવે ગામડા અને ખેડૂત બચાવવા સિંચાઈનું પાણી ખૂબ જ જરૂરી સાથે જ એક વખત ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા પણ એટલા જ જરૂરી ગામડામાં સરકારી શાળાઓમાં કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા થી સાબિત થાય છે કે જાણી જોઈ ખેડૂતો અને મજબૂર ના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે – રાજુ કારપડા




