તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓની ડી.એલ.એસ.એસ. યોજનામાં પસંદગી કરાશે
Rajkot: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ જિલ્લાના ખેલાડીઓ માટે પ્રૂવન ટેલેન્ટ આઈન્ડેટીફિકેશનનું આયોજન કરાયું છે.
જેમા તા.૨૭ મે ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે SAG સ્પોર્ટ્સ હોસ્ટેલ પોલીસ હેડ ક્વાટર્સની પાસે, રેષકોસ ખાતે ખેલાડીઓએ રિપોટીંગ કરવાનું રહશે.
ખેલ મહાકુંભ, એસ.જી.એફ.આઈ, માન્ય એસોસીયેશન જેવી માન્ય રાજ્ય કક્ષાની ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમ્યાનની સ્પર્ધાઓમાં ૧ થી ૩ ક્રમાંકના વિજેતા ખેલાડીઓ માટે પ્રૂવન ટેલેન્ટ આઈન્ડેટીફિકેશન (PT) ટેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં ૧૫ વર્ષ (૩૧-૧૨-૨૦૦૯ પછી જન્મેલા. ૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ) સુધીના ખેલાડીઓ ભાગ લઈ શકશે. બાળકોએ તેમની રસ ધરાવતી રમતમાં સારૂ પ્રદર્શન કરેલ હોય અને ભવિષ્યમાં વધુ સારૂ પ્રદર્શન કરી શકે તેવી ક્ષમતા ધરાવતા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રૂવન ટેલેન્ટ ખેલાડી તરીકે ડી.એલ.એસ.એસ યોજનામાં પસંદગી કરવામાં આવશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.