Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાશે પ્રજાસત્તાક પર્વની ત્રિદિવસીય ઉજવણી
તા.૨૩/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જાગો હિન્દુસ્તાની, લોક ડાયરો તેમજ લિટરેચર ફિએસ્ટાનું આયોજન
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા. ૨૪ જાન્યુઆરીના રોજ શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ૯:૧૫ કલાકે વક્તા-લેખક શ્રી જય વસાવડાના વરદ હસ્તે દેશભક્તિના ગીતોનો ભવ્ય સ્ટેજ શો “જાગો હિન્દુસ્તાની” યોજાશે. તા. ૨૫ જાન્યુઆરી શનિવારના રોજ કવિ શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે લોક સાહિત્યકાર શ્રી કિર્તીદાનભાઈ ગઢવી તથા હાસ્ય કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા પ્રસ્તુત ભવ્ય લોક ડાયરો તથા આ જ દિવસે સવારે ૯:૦૦ કલાકે ફૂટબોલ ગ્રાઉન્ડની બાજુમાં, બાલભવનથી આગળ, રેસકોર્ષ ખાતે લિટરેચર ફીએસ્ટાનો પ્રારંભ કરવામાં આવશે જે ૨૫ જાન્યુઆરી અને ૨૬ જાન્યુઆરી સવારે ૯:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન યોજાશે.
મહાનગરપાલિકા દ્વારા તા. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાની યાદીમાં જણાવાયું છે.