SABARKANTHA

રમત ગમત સંકુલ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કરાટે સ્પર્ધા યોજાઈ ગઈ.

અહેવાલ:- પ્રતિક ભોઈ

રમત ગમત સંકુલ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કરાટે સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ભાઈઓ અને બહેનો મળીને કુલ ૫૫૦ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા દરમ્યાન વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધીત્વ કરશે. આ સ્પર્ધામાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં માન.શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા (સંસદ સભ્ય સાબરકાંઠા – અરવલ્લી), શ્રી હર્ષદ એમ. વોરા (જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા), શ્રી સિધ્ધાર્થ પી. પટેલ (ટ્રસ્ટી શ્રી શામળાજી મંદીર),મહેન્દ્રસિંહ બારૈયા (પૂર્વ ધારાસભ્યશ્રી), શ્રી કે. ડી. ઉપાધ્યાય (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , સાબરકાંઠા), શ્રી જે. જી. ચાવડા (જેલ અધિકક્ષ – જિલ્લા જેલ,સાબરકાંઠા),
ત્રિવેણીબેન સરવૈયા (જિલ્લા રમત ગમત અધિકારીશ્રી), શ્રી એન.એમ.ચૌધરી (જિલ્લા રમગમત અધિકારી,સાબરકાંઠા), શ્રી ગોપાળસિંહ રાઠોડ (NG પ્રોજેક્ટ હિંમતનગર – અધ્યક્ષ સાબરકાંઠા કરાટે એસોસિએશન) મહેમાનો ઊપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર સ્પર્ધાનું સુંદર આયોજન શ્રી જુજરસિંહ વાધેલા (ગુજરાત કરાટે ડુ ફેડરેશનના ઉપપ્રમુખ) દવારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!