Rajkot: રોટરી ક્લબ રાજકોટ અને ક્રાઈસ્ટ કોલેજના સંયુક્ત ઉપક્રમે “મુસ્કાન” કાર્યક્રમ ટેલેન્ટ શોનું આયોજન કરાયું
તા.૪/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રોટરી ક્લબ રાજકોટ અને ક્રાઈસ્ટ કોલેજના સંયુક્ત ઉપક્રમે “મુસ્કાન” કાર્યક્રમ અંતર્ગત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ શહેરની સરકારી શાળાના વિદ્યાર્થીઓના લાભાર્થે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ શોમાં સિનિયર તથા જુનિયર કેટેગરીમાં વેશભૂષા, સમૂહ નૃત્ય, ગાયન સહિતની કેટેગરીમાં ગ્રુપ તથા સોલો ઇવેન્ટ યોજવામાં આવી હતી.
રાજકોટ કોર્પોરેશનની લગભગ ૨૪ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજકોટ શહેરની શ્રી રસુલપરા તાલુકા શાળામાંથી કુલ ૨૧ વિદ્યાર્થીઓની એન્ટ્રી મોકલવામાં આવી હતી. જેમાંથી જુનિયર કેટેગરીમાં (ધોરણ ૬)ના શ્રી રાઠોડ આરીસખાન સલીમભાઈ ચંદ્રશેખર આઝાદની વેશભૂષામાં, કઠપૂતળી ડાન્સ સિનિયર કેટેગરી સમૂહ નૃત્યમાં ધોરણ ૮ની વિદ્યાર્થીની વિજેતા બન્યા હતા.
અને કાનુડાનો બાગ સમૂહ ગાયન વાદન સાથે ધોરણ ૮ની વિદ્યાર્થીનીઓ ફર્સ્ટ રનર અપ બન્યા હતા. આ સાથે શ્રી રસુલપરા તાલુકા શાળાને સૌથી વધુ અલગ અલગ કેટેગરીમાં ઇનામો મેળવવા બદલ બેસ્ટ શાળાનો એવોર્ડ પણ મળ્યો હતો. તથા સહયોગી સંસ્થાઓએ સાથે મળીને સરકારી શાળાના બાળકોને ખૂબ જ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. બાળકોને પોતાનું હીર બતાવવાની ઉત્તમ તક પૂરી પાડીને આ સંસ્થાઓએ ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે.