BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવન સલિલા મા નર્મદા નદીના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને સવામણ દૂધનો અભિષેક સહિતના ધાર્મીક કાર્યક્રમોના આયોજન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવન સલિલા મા નર્મદા નદીના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને સવામણ દૂધનો અભિષેક સહિતના ધાર્મીક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે.માતાજીના દર્શનાર્થે સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે.

ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે.મંદિરનો 1926માં જીણોધ્ધાર કરવામાં આવ્યો હતો.દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા માતાજીના મંદિર ખાતે નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે.નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કાંટીયાજાળ ખાતે અરબી સમુદ્દમાં નર્મદા મૈયા વિલિન થાય છે.નર્મદા માતાજીના અનેક મહાત્મય ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યાં છે.

નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવભવના પાપો દુર થઇ જતાં હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.ત્યારે આજે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચના નર્મદા માતાજીના મંદિર ખાતે જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.વહેલી સવારે મંગળા આરતી, માતાજીની પ્રતિમાને સવામણ દુધનો અભિષેક ફૂલોનો શણગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આજના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરી ધાન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!