GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ૭૫-ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરાયું

તા.૨૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિદ્યાર્થીઓએ રેલીમાં વિવિધ સ્લોગનથી લોકોને મતદાન અંગે જાગૃત કર્યા

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત ભારતભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત રાજકોટના ૭૫-ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ઉપલેટા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રેલી યોજાઈ હતી. રેલીમાં વિદ્યાર્થીઓએ “મહાદાન અન્નદાન-વિશેષ દાન મતદાન”, “હું મતદાન કરીશ અને અન્યને પણ કરાવીશ” જેવા સ્લોગનના લખાણોથી લોકોને જાગૃત કર્યા હતા. અને નાગરિકો માટે સેલ્ફી પોઈન્ટના માધ્યમથી અન્યને મતદાન કરવાની પ્રેરણા આપી હતી.

આ રેલીમાં ઉપલેટા મામલતદાર કચેરીનો સ્ટાફ અને મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!