HIMATNAGARSABARKANTHA

RTE Act-૨૦૦૯ અંતર્ગત RTE પ્રવેશ પ્રકિયા ૨૦૨3 માટે જરૂરી સુચનાઓ

RTE Act-૨૦૦૯ અંતર્ગત RTE પ્રવેશ પ્રકિયા ૨૦૨3 માટે જરૂરી સુચનાઓ

 

 

 

સાબરકાંઠા જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ:-૨૦૨૩ -૨૪ માં તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઇ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાના થતા નથી તથા વાલીઓ દ્વારા ભરાયેલ ફોર્મની ચકાસણી ૧૦-૦૪-૨૦૨૩ થી ૨૩-૦૪-૨૦૨૩ સુધી કરવામા આવશે છે. જે અન્વયે (૧) આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમા “આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ approve (મંજુર) થઇ ગયેલ છે”, તે પ્રકારનો મેસેજ આવે તો આપને આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડનું પરિણામ (સંભવિત તા.૦૩/૦૫/૨૦૨૩) આવે ત્યાં સુધી રાહ જોવા જણાવવમાં આવે છે. (૨) જો આપના રજીસ્ટર્ડ મોબાઈલમાં “આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ ચોક્કસ આધાર પુરાવાઓને કારણે reject (નામંજૂર) કરવામાં આવેલ છે. તે પ્રકારનો મેસેજ આવે તો, આપ https://rte.orpgujarat.com/ પર જઇ અરજીની સ્થિતિ પસંદ કરી એપ્લીકેશન નંબર તથા જન્મ તારીખ નાખી નામંજુર થવાની વિગતો મેળવી શકશો. સદર વિગતોના પૂર્તતા સહ આધારો તા ૨૫-૦૪-૨૦૨૩ થી ૨૭-૦૪-૨૦૨૩ સુધી પુન : આપ https://rte.orpgujarat.com/ પર જઇ અરજી પુર્તતા કરી શકાશે. (૩) જો આપના રજીસ્ટર્ડ મોબાઈલમા આ પ્રકારે કોઈ મેસેજ હજુ સુધી આવેલ નથી, તો હજુ (સંભવિત તારીખ તા.૨૯/૦૪/૨૦૨૩) સુધી રાહ જોવા તથા ટેકનીકલ કારણોસર મેસેજ મળેલ ન હોય તો https://rte.orpgujarat.com/ વેબ સાઈટ પર અરજીની સ્થિતિમાં એપ્લીકેશન નંબર તથા જન્મ તારીખ નાખી આપના ફોર્મની સ્થિતિ જોવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!