તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૧૦ – રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ મંગળવારના રોજ કણકોટ ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાશે. આ દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુસર પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ ઝા દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે.
જેમાં ઘોડાધાર મંદિર(સૂર્યમુખી ચોક)થી એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધીના રસ્તા પર તેમજ આદ્યશક્તિ ટી સ્ટોલથી એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવ્યો છે. વૈકલ્પિક રૂટ માટે ઘોડાધાર મંદિરથી પાટીદાર ચોક તરફ જવા માંગતા વાહનો કણકોટ રોડથી કાલાવડ રોડ કોસ્મો ચોકડીથી નવા ૧૫૦ ફૂટ રીંગ રોડથી પાટીદાર ચોકડ તરફ જઈ શકાશે.
ઘોડાધાર મંદિર ચોકથી સીટી લાઈટ પાર્ટી પ્લોટ સુધીના બંને રોડ સાઈડનો “નો-પાર્કિંગ” જાહેર કરાયેલ છે. તેમજ બાલવી ગેરેજની પાછળના અને સામેના ખૂલ્લા ગ્રાઉન્ડમાં અને જે.કે.હોસ્ટેલની આજુબાજુ તથા પાછળના ગ્રાઉન્ડમાં, પાટીદાર ચોકથી આગળ ફિલ્ડમાર્શલ વાડીના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર તથા કાર સહિતના વાહનો પાર્ક કરી શકાશે. એન્જીનીયરીંગ કોલેજની સામેના ગ્રાઉન્ડમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટ પોતાના વાહનો પાર્ક કરી શકશે. આ જાહેરનામું મતગણતરીના દિવસે સવારના ૫ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે.