PADDHARIRAJKOT

Rajkot: પડધરીના મોટા રામપરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ બની લોકોત્સવ

તા.૨૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મિલેટ્સ વાનગીઓ તૈયાર કરાઈ, લાભાર્થીઓને સહાય વિતરણ તથા વિકસિત ભારતના સંકલ્પ લેવાયા

હર ઘર જળ, ખુલ્લામાં શૌચમુક્ત તથા મોડેલ પંચાયતનું બહુમાન ગ્રામ પંચાયતને અપાયું

Rajkot: લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા રામપર ગામે આવતાં ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ સાથે વિવિધ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. અહીં લોકો સ્વયંભૂ ઉમટતાં, આ સંકલ્પ યાત્રા લોકઉત્સવ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે મોટા રામપર ગામમાં પહોંચ્યો હતો. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્ણ રીતે રથનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્યશ્રી દ્વારા લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું તેમજ અન્ય લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોટા રામપર ગ્રામ પંચાયતને સ્વચ્છતા તેમજ મોડેલ ગ્રામ પંચાયતનું સન્માન અપાયું હતું. ઉપરાંત ‘હર ઘર જલ’ની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ હોવાનું પ્રમાણપત્ર પણ ગ્રામ પંચાયતને એનાયત કરવામાં આવ્યું હતું.

સરકારી યોજનાઓના લાભ કેટલી સરળતાથી ઉપલબ્ધ છે અને તેનાથી કેવા લાભ થાય છે તે અંગે ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીશ્રી હિરેન જસમતભાઈ દોંગાએ પોતાની કહાની રજૂ કરી હતી. જ્યારે ઉત્તમ કામ કરનારા આશાવર્કર બહેન સુશ્રી તખુબેન સાનિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિશ્રી રોહિતભાઈ ચાવડા, તા.પં.ના ઉપપ્રમુખ વતીશ્રી મુકેશભાઈ મુંગલપરા, વિસ્તરણ અધિકારીશ્રી કે.એસ. નિર્મળ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ઉર્મીબેન શેઠ, ઉપરાંત તાલુકા અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ ગજેરા, શ્રી નિલેશ ડોડીયા, શ્રી છગનભાઈ વાંસજાળીયા, શ્રી ભાવેશભાઈ મોદી, સરપંચશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!