BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કલારાણી ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

________________________

એક જ સ્થળે લાભાર્થીઓને 57 જેટલી સેવાઓનો લાભ અપાયો

_________________________

પહેલા તબક્કાના ”સેવાસેતુ” કાર્યક્રમ પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કલારાણી ગામે શ્રી શાંતિલાલ ગોરધનદાસ પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો હતો.સેવા સેતુ ના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું.પાવીજેતપુર તાલુકાના કલારાણી,ગજરા,દેવામોરી,કોહીવાવ,ડેરિયા, કોસુમ,ભિંડોલ,સહિતના આસપાસના ગામના લોકોએ સેવાસેતુનો લાભ લીધો હતો. રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપી વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જ્યારે પણ કોઈક વ્યક્તિને સરકારી યોજનાઓની સેવા થી વંચિત ન રહી જાય અને એક જ જગ્યાએ 16 વિભાગ ની 56 જેટલી સરકારી સેવાનો લાભ સરળતા થી મળે રહે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો કરી સરકારી યોજનાઓ નો લાભ લાભાર્થીઓને મળતા રહે તેવા પ્રયાસના ભાગ રૂપે સેવા સેતુ ના કાર્યકમો યોજવામાં આવતા હોય છે.

આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સેવાસેતુના અગાઉના તબક્કા સરકારે પૂર્ણ કર્યા છે. આ ”સેવાસેતુ” કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આવા ”સેવાસેતુ” યોજીને ઝડપથી પ્રજાજનોને સીધા લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારી પ્રજાલક્ષી લાભો સીધે-સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા,સિંચાઇ સમિતિના ચેરમેન નયનાબેન ગોવિંદભાઈ રાઠવા,મામલતદાર પાવીજેતપુર,તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા. અમલીકરણ વિભાગોના અધિકારીઓ,કર્મચારીઓએ ફરજ બજાવી સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!